25 ડિસેમ્બર 2020નાં દિવસે બે તહેવારો જોડે હતા.ગીતા જયંતિ અને નાતાલ.ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવાય છે..કારણ કે તે સ્વયં ભગવાન એ અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર માનવજાતને જીવન જીવવા માટે એક MANUAL આપ્યુ છે.જ્યારે નાતાલ પણ એક કરુણામૂર્તિ, પ્રભુનાં સ્વરુપ એવા ઈસુના જન્મદિવસ તરીકે ઉજવાય છે.બન્ને તહેવારો નાં આ સમનવયને ઉજવવા આ મારી લખેલી કવિતા:
ઈસુ અને ઈશ જો આજે મળ્યા છે,
શ્રેષ્ઠનાં સર્જનના દિવસો ભળ્યા છે.
ગીતા પ્રભુના પ્રેમનું સ્વરૂપ છે,
કરુણામૂર્તિ ઈસુ પણ પ્રભુનું જ તો રૂપ છે!
છીએ સૌ આપણે પ્રભુનાં જ સંતાન,
એ દર્શાવતો આ સંગમ છે!
આજે સૌનું જીવન જાણે જંગ છે,
આ દિવસ કરાવે યાદ સૌને કે,
પ્રભુ તારી સંગ છે☺️..
-પ્રાચી જોષી