ગીતા જયંતિ અને નાતાલ

25 ડિસેમ્બર 2020નાં દિવસે બે તહેવારો જોડે હતા.ગીતા જયંતિ અને નાતાલ.ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવાય છે..કારણ કે તે સ્વયં ભગવાન એ અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર માનવજાતને જીવન જીવવા માટે એક MANUAL આપ્યુ છે.જ્યારે નાતાલ પણ એક કરુણામૂર્તિ, પ્રભુનાં સ્વરુપ એવા ઈસુના જન્મદિવસ તરીકે ઉજવાય છે.બન્ને તહેવારો નાં આ સમનવયને ઉજવવા આ મારી લખેલી કવિતા:

ઈસુ અને ઈશ જો આજે મળ્યા છે,
શ્રેષ્ઠનાં સર્જનના દિવસો ભળ્યા છે.
ગીતા પ્રભુના પ્રેમનું સ્વરૂપ છે,
કરુણામૂર્તિ ઈસુ પણ પ્રભુનું જ તો રૂપ છે!
છીએ સૌ આપણે પ્રભુનાં જ સંતાન,
એ દર્શાવતો આ સંગમ છે!
આજે સૌનું જીવન જાણે જંગ છે,
આ દિવસ કરાવે યાદ સૌને કે,
પ્રભુ તારી સંગ છે☺️..
-પ્રાચી જોષી

મારી શાળા…

Me and My friends…


હું જે બોલી ના શકી, આજે લખવા જઇ રહી છુ. દરેકના જીવન નો સુવર્ણકાળ, એ બાળપણ ના સંસ્મરણો નો ખજાનો એટલે આપણી શાળા.ચલો, શબ્દો ની સાઇકલ પર સવાર થઈ એ મજેદાર સમયમાં ફરી ચક્કર મારીએ.
આહ!મારી એ શાળા..
જ્યારે આંખો બંધ કરૂ છું,યાદ આવે છે
એ સ્કૂલ ના દિવસ,
એ બોર્ડ પર ચોક થી લખેલા સુવિચાર,
બેન્ચ પર કોતરાયેલા મનનાં વિચાર,
મિત્રો સાથેની મીઠી તકરાર,
ને મારા આખા બાળપણની સાક્ષી,
સુંદર એવી તે ચાર દિવાલ.
      શાળાના પહેલા જ દિવસે પપ્પા ને હસતા હસતા “તમે જતા રહો”એમ કહી દીધુ હતુ.એટલો તો પ્રેમ હતો મને મારી શાળા પર,

જયાં રવિવારે પણ તાળું જોઈને જ માનતી કે આજે રજા છે,
ત્યારે લાગી આવતું,આ રવિવાર પણ
કેવી સજા છે!!!!

તને વ્હાલી કહું, કે કહું મારી ખુશી નું સરનામું
તું જ્ઞાન નું મંદિર,મિત્રો ને મળવાનું બહાનું.
શબ્દો પણ ઓછા પડે,
કેમ વર્ણવુ તને મારી શાળા!
જોને તારી વાત કરતા,
આજેય આંખ માંથી આંસુ છલકાણા.
      

વિઘ્યાર્થી જીવન એ સુવર્ણકાળ કહેવાય છે, એમાંય શાળાની વાત તો કાંઇક અલગ જ હોય છે.તાજા,કુમળા,મૃદુ, હજી હમણાં જ ખીલેલા  અતિ સુગંધિત પુષ્પ જેવું બાળક જ્યારે શાળામાં પ્રવેશ લે,તયારે તેનો  DEVELOPMENTAL PHASE શરુ થાય  છે અને સાથોસાથ  જીવનભર માટે જ્ઞાન અને ખાટી-મીઠી યાદો નું ભાથું ભરાય છે.
મારી એ શાળા જયાં હું પુસ્તકોમાંથી પણ એટલું જ શીખી,જેટલું મારી ભૂલો થી.શિક્ષકોના ગુસ્સામાં એક અલગ જ મમતા હતી, ને દરેક વિદ્યાર્થીમાં થોડી  “રાજા” વાળી ભાવના અમથા જ હતી.

જયાં વિષયોમાં રસ ભરીને પીરસવામાં આવતા,જયાં કોઈ રડતા બાળકને મિત્રો દ્વારા હસાવવામાં આવતા.જ્યાં એક ડબ્બામાંથી દસ હાથ ખાતા, ને એ ડબ્બા ભરી આપતા દરેક માઁના હૈયા હરખાતા!
જ્યાં યુનિફોર્મ પહેરીને સૌ સરખા જ લાગતા,પણ દરેકની ઓળખ માટે તેને
ખોટા નામ અપાતા.જ્યાં રીસેસમા ઝાડ નીચે ટોળું વાળીને રમત માટે પ્રપંચ ઘડાતા , પણ મિત્રતા તોડી શકે એવાં કોઈ શાસ્ત્રો મળ્યા જ ન હતા !
મારી શાળામાં દિવસની શરૂઆત સમુહપ્રાર્થનાથી થતી ને પછી શિક્ષકો ખંજરી  લઇને સરસ મજાના અભિનયગીતો શીખવાડતા!રમતા-રમતા હું કેટલુંય શીખી ગઇ એની મને ખબર જ ના રહી. શાળા એ દેશનું સૌથી મોટું Institution હોય છે,જ્યાં દેશના ભાવિનું નિર્માણ થતું હોય છે. દરેક વિદ્યાર્થીમાં તેજસ્વીતા છલકાય, તે સાથે તેનું ચારિત્ર્ય ઉત્તમ કઇ રીતે બને, તેની શાળા કાળજી લેતી હોય છે.
દરેક વિદ્યાર્થી, તેની શાળાના પ્રતિબિંબ સમાન હોય છે.
મારી શાળામાં જ્યારે મારો વાંક લાગતો, ત્યારે મારા શિક્ષકો મને સજા પણ કરતા.હા થોડુ ખરાબ લાગતું,પણ તેમણે આપેલી સજાનાં લીધે જ્યારે હું “કરી બતાવીશ”એવાં જોશ સાથે કામ કરતી અને શ્રેષ્ઠ પરિણામ લાવતી,ત્યારે મને તેમણે આપેલી સજાનો સાચો અર્થ સમજાતો!દરેક વિધાર્થી અલગ હોય છે.તેનામાં રહેલી ખૂબીઓ, ખામીઓ શું છે, તે તેના શિક્ષક જાણતા હોય છે.તેનામાં રહેલી કુટેવોને તેઓ નીચોવીને કાઢી લેતા હોય છે, અને તેનમાં રહેલી અદમ્ય શક્તિઓ તે વહેતી મુકી શકે, તેનાં માટે અવસરો પૂરા પાડતા હોય છે.મુસીબતો તો આવવાની જ, પણ “उत्तीष्ठ कौन्तेय” ના નાદ ની જેમ, તેને અડચણો સામે લડવા સમર્થ કરતા હોય છે.
               

મારી એ શાળા, જ્યાં પરીક્ષાઓ આપીને મને પોતાના પર વિશ્વાસ રાખતાં આવડ્યું, જ્યાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને, મને મારી કળાઓ વિકસાવવાનો અવસર મળ્યો. એ શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યરત રહેતી.
વેશભૂષા,વક્તૃત્વ સ્પર્ધા ,સંગીત અને ચિત્રકળા, રમતોત્સવ જેવી અસંખ્ય પ્રવૃત્તિઓથી ભણતર સાથે ગણતર લાવતી.
આ બધા કાર્યક્રમોથી જ તો TEAM SPIRITનું મહત્વ સમજાય!
    દરેક વસ્તુ વર્ગખંડ માં જ નથી શીખવાડવામાં આવતી.શાળા એ એક અવિરત ચાલતું રહેતું એક જાતનું Processing છે જ્યાં આપણે કંઇક સ્વીકારતા હોઇએ છીએ ,તો કંઇક  પાછળ છોડતા હોઇએ છીએ.

વાણી હોય કે વાણિજ્ય, ગણિત હોય કે ગણતર, સ્પોર્ટ્સ હોય કે સંબંધો, જીવનનાં દરેક પાસામાં શિક્ષણથી જ સમૃદ્ધિ મળે છે.

મતભેદોને મનભેદ ના બનવા દેવા, એતો કોઇ બાળકો પાસેથી શીખે! દરેકનાં મનનાં ચિત્રપટ પર કંઈક નવું જ અંકાયેલું હોય તો પણ એકતા નથી તુટતી હોતી!એકબીજાને ગમતા રહેતા ,આગળ ધસમસતા રહેતા ,મને મારી શાળા એ શીખવાડ્યું.બાળપણનાં સંસ્મરણો તો જેટલા વાગોળીએ એટલો સમય ઓછો પડે! તો આ chapter હવે close કરીએ. ફરી આમ જ ક્યારેક યાદોનાં વમળમાં, શબ્દો નાં વહાણ લઇ મળશું.ત્યાં સુધી દરેક ક્ષણને સુખની સાક્ષી બનાવતા રહો!!

-પ્રાચી પ્રણવભાઇ જોષી

PCOS

PCOS means Polycystic Ovarian Syndrome.It is a raising issue amongst women of reproductive age.

This video is created by me.It has facts and stats of PCOS,Symptoms,Criteria of Diagnosis, Complications ,Myth busters and motivation for all women suffering from PCOS.Watch it and spread the awareness.

My views on Mental Health

The definition of Health is: The state of complete physical ,mental and social well being.But, most of us have limited it to the first word.We have a burst of fitness care today.People are much much concerned about their fitness;which is a good thing.But ,well being of mind is still not that talked about.The stigma is fading..but the awareness has still not spread to a great extent.We don’t talk about the problems we are facing with our brains!The constant struggles with one’s self are really stressfull but they are hushed!
Firstly,talking about WHO statement, India is the most depressed country in the world. Every one in 20 Indians suffer from depression.Globally over 300 million people suffer from depression.15% of adult Indians need medical intervention for one or other mental issues and the numbers continue to rise.

But ,most of the cases go unreported.The reason being that talking about mental issues still remains a taboo in most parts of the country.In metros, the awareness is rising ,but at town level we still have that stigma.People even fear to talk about their struggles with their family due to the judgemental statements.At village level,having a mental issue is often related with being possessed or the punishment of sins. Even if someone tries to be open about their mental health,they are supressed saying that “It’s a phase “or “Are you crazy that you need a therapist?” “You say so because you can’t admit you have weak will power.”and what not!
Some schools of big cities have appointed counsellors .No such concept is found in towns and villages.And the number of Psychiatrist and Psychologists still remains much low as compared to developed countries.So much we have the hesitancy that a person himself/herself is not ready to accept that they have issues in their mind.

Brain is the most crucial organ of body as it controls the entire body.If we have something wrong with our other body systems,we go to doctor as soon as possible.When it comes to our brain,its often ignored that it also needs medical help.

Students go through many hard times facing some or other,milder or severe form of mental health issues.But, still there is often nobody,they can share their problems with or they are in such a state that they cannot or don’t want to share their emotions.

We have tons of trends globally on what not! But only few have came up to   talk publicly about their stories of fighting with mental health issues. We have helplines , mostly which are not known to local public or not contacted .
     
So being a medical student, I was much distressed after seing the condition of our society and it’s loopholes in dealing to such a huge problem.We are the ones who can initiate a change.Be open with your problems to anyone near you..if they can be of some help! Never hesitate to visit a doctor if you think ‘it’s not my body,but my mind’. Everyone faces some or the other form of this problem sometime.Its okay to have it..just we have to be aware and be ready to knock it off!
Stay healthy.
#Speak it out.